વ્યાકરણના વમળ
Thread poster: Umang Dholabhai

Umang Dholabhai  Identity Verified
India
Local time: 05:01
Member
English to Gujarati
+ ...
Oct 10, 2011

બે વાક્યો -

મધુમેહ સાથેના ઘણાં લોકોને પણ HBP હોય છે.

મધુમેહ સાથેના ઘણાં લોકોને HBP પણ હોય છે.


શું આના વ્યાકરણ વિષયક પાસાઓ ઉપર કોઇ પ્રકાશ ફેંકી શકશે?


 

Rashmi Macwan
India
Local time: 05:01
English to Gujarati
+ ...
પણ વિશેનું ડહાપણ Dec 10, 2012

‘પણ’ નો ઉપયોગ આમ તો વ્યક્તિ ગુજરાતના કયા પ્રાંતમાંથી આવે છે એના પર નભે છે. એ યાદ રાખતા તમારા પ્રશ્નનું સમાધાન આમ થાય: તમારા બીજા વાક્યમાંનું ‘પણ’ alsoનો વિચાર આપે છે. જ્યારે કે પહેલું એ વ્યક્તિની સ્ટાઈલ જ બતાવે છે. એ હોય કે ન હોય, એનો કોઈ ફરક પડતો નથી.

 

Umang Dholabhai  Identity Verified
India
Local time: 05:01
Member
English to Gujarati
+ ...
TOPIC STARTER
થોડું મનન Mar 21, 2013

રશ્મિભાઈ આપનાં જવાબ માટે આપનો આભાર. મારા અર્થઘટન પર ટીપ્પણી કરશો. ખાસ કરીને આ કિસ્સામાં અવશ્ય ફરક પડે છે તે આપ નીચેનાં ખુલાસા પરથી જોઇ શકશો -

મારું અર્થઘટન આ મુજબ છે:

મધુમેહ સાથેના ઘણાં લોકોને પણ HBP હોય છે - એટલે કે અન્ય લોકોને હોય છે જ પરંતુ મધુમેહ સાથેના લોકોને પણ હોય છે. અહીં "લોકો" કેન્દ્રસ્થાને છે.

મધુમેહ સાથેના ઘણાં લોકોને HBP પણ હોય છે - એટલે કે મધુમેહ તો છે જ પરંતુ તે સાથે HBP પણ છે. અહીં HBP કેન્દ્રસ્થાને છે.

મારા મૂળ પ્રશ્નનો આશય "પણ" ક્રિયાવિશેષણ અવ્યયના કાર્ય વિશે વધુ જાણવાનો હતો.


 


There is no moderator assigned specifically to this forum.
To report site rules violations or get help, please contact site staff »


વ્યાકરણના વમળ

Advanced search


Wordfast Pro
Translation Memory Software for Any Platform

Exclusive discount for ProZ.com users! Save over 13% when purchasing Wordfast Pro through ProZ.com. Wordfast is the world's #1 provider of platform-independent Translation Memory software. Consistently ranked the most user-friendly and highest value

More info »
TM-Town
Manage your TMs and Terms ... and boost your translation business

Are you ready for something fresh in the industry? TM-Town is a unique new site for you -- the freelance translator -- to store, manage and share translation memories (TMs) and glossaries...and potentially meet new clients on the basis of your prior work.

More info »Forums
  • All of ProZ.com
  • Term search
  • Jobs
  • Forums
  • Multiple search